ગુજરાત સરકાર દ્વારા રવિ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો કરી રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વીન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે.
ચણા, રાયડો અને જીરા જેવી રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ખેડૂતો ૦૧ ફેબ્રુઆરીથી ૦૧ માર્ચ, ૨૦૨૬ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે, જ્યારે ખરીદીનો સમયગાળો ૦૪ માર્ચથી ૧૫ મે, ૨૦૨૬ સુધીનો રહેશે. આ નોંધણી ગ્રામીણ કક્ષાએ ફઝ્રઈ મારફતે ઓનલાઇન કરાવી શકાશે.
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ અસલ આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭/૧૨ અને ૮-અ ના ઉતારા સાથે રાખવાના રહેશે. જા ૭/૧૨ માં વાવણીની નોંધ ન હોય, તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો રજૂ કરવો પડશે. આ ઉપરાંત, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત માટે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જરૂરી છે. નોંધણી પ્રક્રિયામાં ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન એટલે કે અંગૂઠાનું નિશાન લેવું ફરજિયાત છે.
ટેકાના ભાવે રવિ પાકોની ખરીદી માટે નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જીસ્જી દ્વારા ખરીદીના સ્થળ અને સમયની જાણ કરવામાં આવશે. ખેડૂતોએ પાક વેચવા જતી વખતે પણ પોતાનું અસલ આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. ખાસ નોંધ લેવી કે જા કોઈ ખેડૂતે ખોટા દસ્તાવેજા અપલોડ કર્યા હશે, તો તેમની નોંધણી તાત્કાલિક રદ કરી દેવામાં આવશે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવશે.
જા ખેડૂતોને નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી કે પ્રશ્ન હોય, તો તેઓ હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.






































