ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનો ભાગ) તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ૭ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ છે, ઓરેન્જ એલર્ટ સાથે આજના દિવસમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ડાંગ અને તાપી માટે વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ માટે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એકે દાસે વધુમાં જણાવ્યું છે કે, ૨૫થી ૨૯ જૂન એમ ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રિજન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં થંડરસ્ટોર્મ એકટીવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

૨૪મી જૂન માટેની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં વરસાદની વો‹નગ આપવામાં આવી છે. આ જિલ્લાઓના નકશાને રેડ કલરમાં દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ભાવનગરનો પણ સમાવેશ થાય છે જ્યાં વરસાદનું વો‹નગ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ૪ જિલ્લાઓની સાથે દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ રેડ કલર સાથે વો‹નગ આપવામાં આવી છે.