દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો ઘટતાં વાતાવરણમાં ઠંડક મળી છે. હવામાન વિભાગે વંટોળની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપ અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હોવાથી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યાં ૨૦-૨૧ એપ્રિલે ભારે વરસાદ અને હિમવર્ષાની સાથે ૬૦-૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડશે. સતત બે દિવસ સુધી ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા રહેલી છે. આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં હિટવેવની શક્્યતા નહી હોવાથી લોકોને આંશિક રાહત મળશે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ૪૮.૩ ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદ શહેરમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ રહેશે, એટલે કે ત્યાંનું હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. માછીમારોને આજે સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૫ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે પવનની મહત્તમ ગતિ ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમી ખલેલને કારણે પવનની દિશા બદલાશે અને ઠંડા પવનો ફૂંકાશે. પશ્ચિમી વિક્ષેભને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા છે. સાંજથી હવામાન માં પલટો આવ્યો હતો. વહેલી સવાર સુધી ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો હતો.
મે મહિનાના છેલ્લા આઠ અઠવાડિયામાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ હંમેશા જાવા મળે છે. હાલમાં એપ્રિલ મહિનામાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિની કોઈ શક્્યતા નથી. પરંતુ મે મહિનામાં બે વાર તેની પ્રબળ શક્યતા છે. જે ૧૪ મે થી ૧૮ મે વચ્ચે રહેશે. આ ઉપરાંત, પ્રી-મોન્સૂન એકટીવિટી પણ થશે. ખાસ કરીને ૨૫મી તારીખથી જ્યારે રોહિણી નક્ષત્ર શરૂ થશે, અને આ તે સમય છે જ્યારે પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિ વધુ શક્યતા ધરાવે છે.આ સાથે, તેમણે કહ્યું કે જૂનના બીજા અઠવાડિયામાં એટલે કે ૭-૮મી તારીખની આસપાસ છૂટાછવાયા રીતે પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિઓ થવાની સંભાવના છે.










































