ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધવા લાગ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો ૫૦ને વટાવી ગયો છે. તેમા સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો ૩૦થી વધુનો થઈ ચૂક્યો છે. લાંબા સમયથી રાહત બાદ કોરોનાએ ફરી ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાલ ૮૩ એકટીવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એકટીવ કેસમાં ૭૬નો વધારો થયો છે. જાકે, હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી.
રાજ્યના બીજા શહેરોમાં પણ કોરોનાએ દસ્તક દેવા માંડી છે. વડોદરા, સુરત, રાજકોટ જેવા મોટા શહેરો ઉપરાંત હવે ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં પણ કોરોનાનો વ્યાપ વધવા લાગ્યો છે. જામનગરમાં એક જ કુટુંબના ચાર સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. આ ઉપરાંત શહેરમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ કોરોના પોઝિટિવ છે.
શહેરના ગોકુલનગરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. જ્યારે ઘાંચીવાડમાં એક અને ગોકુલનગરમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. આમ જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના સાત કેસ આવ્યા હતા. એક જ કુટુંબના ચાર સભ્યોને કોરોના આવ્યો તેમનો કેરલ ટ્રાવેલ હિસ્ટરી હતો. હાલમાં જામનગરમાં કોરોનાના દસ એકટીવ કેસ છે. તમામ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી છે. આમ શહેરમાં કોરોના વેરિયન્ટ ચિંતાજનક હદે વધી રહ્યો છે.
આ જ રીતે ભાવનગરમાં પણ કોરોનાનો વધુ એક કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેર અને જિલ્લામાં ચાર દિવસમાં કોરોનાના કુલ ત્રણ કેસ નોંધાયા છે. ૩૬ વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કાળા નાળા વિસ્તારમાં રહેતો યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. કોરોનાના બે એકટીવ કેસ છે, બંને દર્દી હાલમાં હોમ ક્વોરેન્ટાઇન છે અને ઘરે સારવાર હેઠળ છે. ભાવનગરમાં કોરોનાની રિએન્ટ્રીથી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સિવાય રાજ્યના બધા શહેરોની સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ૧૯ મેના દિવસે ગુજરાતમાં કોરોનાના ૭ એકટીવ કેસ હતા. આમ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિામાં ૧૪ દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. વધુ રાહતની વાત એ પણ છે કે, કોરોનાથી હજુ સુધી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના મોટાભાગના દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.