કોરોનાના મૃતકોના પરિજનોને વળતર મુદ્દે પડતી હાલાકીને લઈને સુપ્રીમે કોર્ટ નારાજ છે. ગુજરાતના ચીફ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરીને ૨૨ નવેમ્બરે હાજર રહેવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોરોનાથી મૃત્યુનો સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવેલી કમિટીથી સુપ્રીમે કોર્ટ નારાજ છે. આગામી ૨૨મી નવેમ્બરે મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમે કોર્ટે ડેથ સર્ટિફીકેટ અને વળતરની પ્રક્રિયા સરળ રાખવાનો આદેશ આપ્યો હતો. આરટીપીસીઆર રિપોર્ટને આધારે જિલ્લા સ્તરે વળતર આપવાનું કહ્યું હતું. ગુજરાતમાં વધતા કોરોના સંક્રમેણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમેણે કહ્યું કે, કોરોનાના કેસ નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.
તેમેણે કહ્યું કે, રસીકરણના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી પડતી તે સારું છે. જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરાશે. બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ કોઈ આયોજન નથી. રાત્રિત કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય નિર્ણય નથી લેવાયો. રાત્રિત કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૫૪ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૬ દર્દીઓ રિકવર પણ થયા છે.