દેશમાં કોરોનાનો ખતરો વધ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં દેશમાં ૨૧ દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફ, ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં પહેલું મોત નોંધાયું છે. અમદાવાદની ૪૭ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

હાલ દેશમાં કોરોના વાયરલના સક્રિય કેસોની સંખ્યા ૩ હજાર ૭૮૩ પર પહોંચી છે. જેમાં સૌથી વધુ કેરળમાં ૧૪૦૦ કેસ સક્રિય છે. જેની સામે ગુજરાતમાં કોરોનાના ૩૩૮ કેસ થયા છે. ૩૧ જૂન સુધી ૨૬૫ કેસ હતા.

અમદાવાદની એલજી હોસ્પિટલમાં ૪૭ વર્ષીય મહિલાનું કોરોની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોપડે કોવિડના ૧૯૭ એક્ટિવ કેસ છે. મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના પોઝિટિવ દાખલ થયો છે. આ સાથે અસારવા સિવિલમાં હાલ કુલ ત્રણ દર્દી દાખલ છે.

રાજકોટમાં આજે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા છે. ત્રણ પુરુષ અને ચાર †ીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ૧૯ મે ૨૦૨૫ થી આજે દિવસ સુધીમાં ૪૪ કેસ નોંધાયા છે. ૩૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો ૬ દર્દીઓ સ્વસ્થ થયા.