રાજ્યમાં ગત સોમવારના રોજ ભારે વરસાદ થયો હતો. જેના લીધે ખૂબ જ નુકશાની સર્જાઈ છે. રાજ્યના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદને કારણે પાકને મોટું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. તેમજ બાગાયતી પાકોને ખૂબ જ નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ કેરી અને ચીકુ સહિતના પાકો ઝાડ પરથી ખરી પડતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો ઉનાળામાં કેરીનો તૈયાર પાક ખરી પડતા કેરી મોંઘી થાય તેની શક્્યતાઓ વ્યક્ત કરાઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં ગતરોજ થયેલા ભારે વરસાદને લીધે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં ઉભા પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ વડોદરાના કરજણમાં ઉનાળુ અને બાગાયતી પાકને વરસાદના લીધે ખૂબ જ મોટું નુકસાન થયું છે. ભારે વાવાઝોડાના લીધે કેરી,ચીકુ અને જામફળ અને આંબા પરથી કેરી ખરી પડી ગઈ છે. તેમજ કપાસ, મકાઈ અને દિવેલા જેવા પાકનું પણ ખાસ્સું નુકસાન થયું છે. આણંદના તારાપુર માર્કેટ યાર્ડમાં ઉનાળુ ડાંગરનો પાક પલળી ગયો છે. જંબુસરના કેટલાક ગામોમાં પણ ભારે પવનના લીધે કેરીના પાકનું ખૂબ જ મોટું નુકશાન થયું છે. હાલ ડાંગર પલળી માર્કેટમાં ડાંગરની ખરીદી બંધ કરી દેવાઈ છે. તો પાક પલળતા વેપારીઓને ખૂબ જ આર્થિક નુકશાન પહોંચ્યું છે.
સૌરાષ્ટÙ વિસ્તારમાં પણ ભારે વરસાદના લીધે રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ બાગાયતી પાકોને ખૂબ જ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના લીધે કેરીનો તૈયાર પાક ખરી પડતાં ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તો ઉનાળુ તલ, મગ સહિતના પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. ત્યારે નર્મદા નદી પાસેના ખેતરોમાં કેળા અને કેરી જેવા પાક બગડી જતા નુકસાની થઈ છે. વઢવાણ માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓ અને ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ગુજરાતમાં સોમવારના રોજ આવેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. જેના લીધે અરવલ્લી જિલ્લામાં મકાઈ, બાજરી અને જુવારનો પાક નાશ પામી ગયો છે. તો ભરુચના અંકલેશ્વરમાં કેસર, હાફૂસ અને દેશી કેરીના પાકને પણ ખાસ્સુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાતાવરણમાં આવેલા બદલાવને લીધે પાકોને નુકસાન થચું છે. ઉત્તર ગુજરાતમાં મકાઈ, એરંડો, તેમજ ઘાસચારાનું ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં પણ તમાકુ, બાજરી અને કઠોળના વાવેતરને નુકશાન થયું છે. મધ્ય ગુજરાતમાં તમાકુ, બાજરી અને કઠોળના વાવેતરનું નુકશાન થયું છે.