હવે દિવાળીના દિવસો શરૂ થયા છે ત્યારે દારૂની હેરાફેરી પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં એલસીબીએ દિવાળી પહેલા દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂ ભરેલું ટેન્કર ગુજરાતમાં પ્રવેશતા પહેલા અટકાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ વડોદરા નજીક જરોદ-બાયપાસ હાઈવે પર પસાર થઈ રહેલા એક ટેન્કરની તપાસ દરમિયાન તેમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસથી બચવા દારૂના તસ્કરોએ ટેન્કરમાં દારૂ ભરી દીધો હતો. આ ટેન્કરમાંથી દારૂની ૯૧૭ પેટીઓ મળી આવી હતી.તેમજ એલસીબીએ દારૂ સાથે બે લોકોની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. ત્યારે ગોધરાથી વડોદરા તરફ આવી રહેલ દારૂનું ટેન્કર પકડવામાં એલસીબીને સફળતા મળી હતી.
આ પહેલા વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી કે કાપુરાઈ માં વાઘોડીયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મ આવાસ યોજનાના બ્લોક નંબર ૪, મકાન નંબર-૩માં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. માહિતીને આધારે જીસ્ઝ્રના અધિકારીઓએ અહીં દરોડો પાડ્યો હતો. જેમાં મકાનમાંથી રૂ.૯,૦૬,૯૦૦ ની કિંમતની ૩૩૪૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
તે સિવાય પોલીસે ૯ મોબાઈલ, ૩ વાહનો અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૧૫,૫૮,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે દારૂની ગાડી મંગાવનારા અને વેચનારા નુ્‌મ આવાસમાં રહેતા ભાવેશ સી.રાજપુત, નિરવ બી.પટેલ, ડ્રાઈવર કેતન જે.રાઠોડ, દારૂ લેવા આવનાર ગ્રાહક આતીશ વી.ઠાકોર અને જયેશ આઈ કહારની ધરપકડ કરી હતી. જ્યારે છ આરોપી ફરાર છે જેમની પોલીસ શોધ ચલાવી રહી છે.