શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટેક્સી પાસિંગ કારના ચાલકે વાસણાથી જુહાપુરા સુધી પહોંચતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. જે ગંભીર ઘટનાના બાદમાં ભયાવહ સીસીટીવી પણ સામે આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ પહેલા એક અકસ્માત સર્જાયો હતો, જેથી કારચાલક કૌશિક ચૌહાણ ગભરાઈને જુહાપુરા તરફ ભગાવ્યો અને ઘણાબધા વાહનોને અડફેટે લેતો ગયો હતો. જે ગંભીર અકસ્માતોની હારમાળાથી સ્થાનિક લોકોએ કારચાલકને એટલી હદે માર માર્યો કે તે ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ૪ લોકોની ધરપકડ કરી છે અને ૧૦ લોકોને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન કારમાંથી એક કેફી પીણા જેવું પ્રવાહી મળી આવ્યું હતું.
૧૬ એપ્રિલ, અમદાવાદઃ શહેરમાં એક જ દિવસમાં સર્જાયેલા જુદા જુદા ચાર અકસ્માતમાં બે યુવક અને બે યુવતીનો મોત નિપજ્યા હતા. તપોવન સર્કલ પાસે પૂરપાટ આવતી હોન્ડા અમેઝ કારે બાઈક મારફતે પસાર થઈ રહેલી ચાંદખેડાની રહેવાસી અને મોટેરા વિસ્તારના સેતુ કોમ્પ્લેક્સમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી ૨૫ વર્ષિય હિના પંચાલને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર મેરેજ ઇવેન્ટનું કામ કરતા અને સાઉથ બોપલમાં રહેતા મોહિતે કબુલ્યું કે, ઊંઘ આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે વટવામાં રહેતા ૫૨ વર્ષીય સુરેન્દ્રકુમાર તિવારી એકટીવા લઇને જઈ રહ્યા હતા. ત્યારે હિન્દુસ્તાન ચાર માળિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ આરંભી છે.
૧૬ એપ્રિલ, અમદાવાદઃ અન્ય એક બનાવમાં કૃષિ વિભાગની ક્લાસ-૨ મહિલા અધિકારી શગુફતા ખોખર ઓફિસની ફરજ પૂર્ણ કરી એકટીવા પર ઘરે ગાંધીનગર જઈ રહી તે દરમિયાન અમદાવાદના સોલા બ્રિજ પર એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકની ટક્કરે તેનું મોત નીપજ્યું હતું. જે બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો અન્ય બનાવમાં ઠક્કરનગર ચાર રસ્તાથી હીરાવાડી તરફના રોડ પર આવેલા મહેશ ટેનામેન્ટ સામે મોડી રાત્રે બાઇક પર પસાર થઈ રહેલા ૨૫ વર્ષીય ઉમંગ પનારાનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. મૃતક મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો રહેવાસી છે જે અમદાવાદના એક સલુનમાં નોકરી કરતો અને નાની સાથે રહેતો હતો. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
૧૬ એપ્રિલ, રાજકોટઃ શહેરના ઇન્દિરા સર્કલ ખાતે સીટી બસ ચાલક શિશુપાલસિંહ રાણાએ અનેક વાહનોને અડફેટે લઈ એક ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે પુરુષો અને બે મહિલાઓ એમ કુલ ૪ ના મોત થયા હતા. જે બાદ બસ ચાલકને સ્થળ પર હાજર રહેલા લોકો દ્વારા માર મારવામાં આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં શિશુપાલસિંહ રાણાનું લાઇસન્સ બે મહિના પૂર્વે એક્સપાયર થઈ ચૂક્્યું હોવાનું સામે આવ્યું છે. બનાવને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મૃતકો તેમજ ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે સહાય જાહેર કરવામાં આવી છે. હાલ આ બનાવ સંદર્ભે બીએનએસની કલમ ૧૦૫ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.૧૬ એપ્રિલ, જુનાગઢઃ ઝાલણસર ગામ પાસે સવારના ૪ વાગ્યે બોલેરો ગાડી અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સરગવાડા ગામના ત્રણેય યુવક ૧૮ વર્ષીય અરમાન કાદરી, ૧૮ વર્ષીય અલ્ફાઝ કાઠી તેમજ ૧૬ વર્ષીય આમિર અબડાનું મોત નીપજ્યું હતું. જે બાદ બોલેરો ચાલક ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ તેઓ ધોરાજીના ઉર્સમાંથી બાઈક પરત ફરી રહ્યા હતા. ત્યારે નાનકડા એવા ગામમાં ત્રણેય મિત્રોની એક સાથે અંતિમયાત્રા નીકળતા શોકમય માહોલ સર્જાયો હતો. હાલ આ મામલે પોલીસે અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૬(૧) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.
૧૬ એપ્રિલ, કચ્છઃ ગાંધીધામના આદિપુરમાં બપોરના સમયે બેફામ દોડી રહેલી જી્ વોલ્વો બસે એકટીવાને ટક્કર મારી ડીવાઈડર પર ચઢી ગઈ હતી. જે ઘટનામાં ૨૫ વર્ષિય કોલેજીયન યુવતીઓ રીતુ સાધુપલ્લી નામની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જાકે અકસ્માત સર્જી બસ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં પણ કેદ થઈ હતી. પોલીસે બીએનએસની કલમ ૧૦૬ (૧) તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત વોલ્વો બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ૧૭ એપ્રિલ, પાટણઃ સમી-રાધનપુર હાઈવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૬ લોકોનાં મોત થતા હાઈવે મરણચિત્કારોથી ગુંજી ઉઠ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. આ સિવાય મોરબીના માળિયામાં બોલેરો પીકઅપ પલટી જતાં તેમાં સવાર ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ૨ લોકોના મોત નિપજ્યા હતાં. તેમજ વહેલી સવારે હિંમતનગર નેશનલ હાઇવે પર પણ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.બાઇકમાં સવાર પતિ-પત્ની ભોગ બન્યા હતાં. અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.










































