દેશમાં ઇક્વીટી રોકાણકારોની સંખ્યાએ ૨૦ કરોડનો આંકડો પાર કરવા દોટ લગાવી છે તો ગુજરાતમાં ગુજરાતીઓમાં સીધા ઇક્વીટી રોકાણ માટેની વધતી જતી ભૂખને કારણે રાજ્યમાં ઇક્વીટી રોકાણને લઈને નવો જ વિક્રમ સર્જાયો છે. રાજ્યમાં યુનિક રજિસ્ટર્ડ ઇક્વીટી રોકાણકારોની સંખ્યા આ મે મહિનામાં એક કરોડને વટાવી ગઈ છે, જે છેલ્લા દાયકામાં પાંચ ગણો વધારો દર્શાવે છે, એમ બજાર સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં ૩૧ માર્ચ ૨૦૨૫ના પૂરા થયેલા નાણાકીય વર્ષના અંતે ૧૯.૨ કરોડ ડીમેટ ખાતા હતા, તેમા ૪.૧૧ કરોડ ખાતા તો ગયા નાણાકીય વર્ષમાં જ ખૂલ્યા હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા સંકલિત કરાયેલા સત્તાવાર રોકાણકારોના ડેટા દર્શાવે છે કે આ વર્ષે ૩૦ એપ્રિલ સુધીમાં ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા ૯૯.૯ લાખ સુધી પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૧૫ માં, ગુજરાતમાં ફક્ત ૨૦ લાખ ઇક્વીટી રોકાણકારો હતા. નાણાકીય વર્ષ ૨૦૨૦ સુધીમાં, આ સંખ્યા ૯૦% વધીને ૩૮ લાખ થઈ ગઈ હતી અને મે ૨૦૨૫ સુધીમાં, તે ૧૬૩% વધીને ૧ કરોડ થઈ ગઈ હતી, જે શેરબજારમાં છૂટક ભાગીદારીમાં ઝડપી વધારો દર્શાવે છે.
એનએસઇના ડેટા અનુસાર, એપ્રિલના અંત સુધીમાં ગુજરાતમાં ૯૯.૯૦ લાખ યુનિક રોકાણકારો હતા. એક અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મના પશ્ચિમ ક્ષેત્રના વડા વિરલ મહેતાએ જણાવ્યું હતું કે, અમારો અંદાજ છે કે મે મહિનામાં આ આંકડો એક કરોડને વટાવી ગયો હતો. “રાજ્યમાં હંમેશા મજબૂત ઇક્વીટી સંસ્કૃતિ રહી છે, અને કોવિડ પછી, આપણે રિટેલ રોકાણકારો – ખાસ કરીને યુવા વ્યાવસાયિકો – મોટી સંખ્યામાં બજારમાં પ્રવેશતા જાયા છે.” આમ સાત કરોડ ગુજરાતીમાં દર સાતે એક ગુજરાતી ઇક્વીટી રોકાણકાર છે.
બજાર નિરીક્ષકો કહે છે કે આઇપીઓમાં વધારો, ડિજિટલ ઓનબો‹ડગમાં સરળતા અને સંપત્તિ નિર્માણ વિશે વધતી જાગૃતિ – આ બધાએ આ વધારામાં ફાળો આપ્યો. દ્ગજીઈ ના ડેટા અનુસાર, ગુજરાતમાં ફક્ત એપ્રિલ મહિનામાં જ ૪૯,૦૦૦ નવા રોકાણકારો ઉમેરાયા છે. ૨૦૨૫ ની શરૂઆતમાં બજારમાં મંદી હોવાને કારણે રોકાણકારોનો પ્રવાહ ધીમો પડ્યો હતો, પરંતુ મે મહિનામાં સારા ઇન્ડેક્સ પ્રદર્શનને કારણે રાજ્યને ૧ કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં મદદ મળી.
શહેર સ્થિત એક બ્રોકરેજના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે તાજેતરના બજારમાં તેજીથી રોકાણકારોનો ઉત્સાહ કંઈક અંશે ફરી જીવંત થયો છે. “અમે પહેલી વાર રોકાણ કરનારાઓ તરફથી પણ નવો રસ જાઈ રહ્યા છીએ.”
આ સીમાચિહ્ન સાથે, ગુજરાત હવે ભારતમાં યુનિક ઇક્વીટી રોકાણકારોની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે – મહારાષ્ટÙ (૧.૮૪ કરોડ) અને ઉત્તર પ્રદેશ (૧.૨૯ કરોડ) પછી. રાષ્ટ્રીય સ્તરે, યુનિક ઇક્વીટી રોકાણકારોની કુલ સંખ્યા ૧૧ કરોડને વટાવી ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૦ના અંતે લગભગ ત્રણ કરોડ હતી.










































