સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. રાજુ કરપડા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી વધુ દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું છે, આ નેતા છે આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારી. એકાએક પક્ષમાંથી રાજીનામું આપતા સાગર રબારીએ આપ માર્ટીમાં ચિંતાની લાગણી જન્માવી છે.
સાગર રબારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, ‘હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સહુ સાથીઓનો હૃદયપૂર્વક આભાર.વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે.’
ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં આપના કદાવર નેતા ગણાતા રાજુ કરપડાએ પણ આપમાંથી રાજીનામું આપ્યું હતું, તેઓ ૫ વર્ષથી છ માં સક્રિય હતા. રાજુ કરપડાની કડદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં ધરપકડ થઈ હતી. કિસાન આંદોલનમાં થયેલી બબાલને લઈ તાજેતરમાં જેલમુક્ત થયા હતા. રાજુ કરપડા હડદડ ગામે થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા. રાજુ કરપડાએ રાજીનામાનો પત્ર સોશલ મીડિયામાં જાહેર કર્યો હતો. પાર્ટીમાં ઝુઝારૂ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ હતી. રાજુ કરપડા ૨૦૨૧-૨૨માં આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આપના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા.