ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ ખમૈયા લેવાનું નામ જ નથી લેતો. ભારે વરસાદ બાદ પણ ગુજરાતમાં સાત દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં પહેલી નવેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગે આજે આપેલી વરસાદ અને તાપમાન અંગેની આગાહી જાઈએ.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની ચાર દિવસ માટે આગાહી આપી છે.હવામાન વિભાગની માહિતી પ્રમાણે, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન આ જ પ્રદેશ પર લગભગ સ્થિર રહ્યું હતું અને આજે ૩૦ ઓક્ટોબરના રોજ વેરાવળ (ગુજરાત) થી લગભગ ૪૦૦ કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારષ્ટ્ર) થી ૫૧૦ કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને પંજી (ગોવા) થી ૬૬૦ કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં કેન્દ્રિત હતું. આગામી ૩૬ કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે મહત્તમ અને લઘુત્તમ તાપમાન માટેની માહિતી આપતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, વરસાદની તીવ્રતા ફરીથી વધતી દેખાઈ રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે. અહીં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.શુક્રવારે ૩૧મી તારીખે જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે. અહીં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગે આપેલા વેધર બુલેટિન પ્રમાણે, નવેમ્બરની પહેલી તારીખે ગીરસોમનાથ, અમરેલી, ભરૂચ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.





































