વિશ્વભરમાં ૧૧મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતમાં મુખ્યમંત્રીએ વડનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરી છે. ત્યારે રાજકોટમાં આંતરષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન મનપા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગનો કાર્યક્રમ યોજાયો . લીંબડી, ખેડા, સુરત, વડોદરા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
લીંબડીમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યાં છે. લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર, અધિકારીઓ અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. યોગ વિશે માર્ગદર્શન અને મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનો અને શહેરીજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
ખેડાનાં કપડવંજમાં આંતરષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો છે. સી.એન. વિદ્યાલયના ગ્રાઉન્ડ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સી.એન. વિદ્યાલય શાળાના બાળકો પણ જાડાયા હતા. બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં ગરબા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે અંબાજી મંદિરમાં ગરબા યોગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આધ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં યોગ ગરબા યોજાયા હતા. ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે યોગ કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં વડાલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. નગરપાલિકા, તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ છે. શેઠ સી.જે. હાઈસ્કૂલમાં યોજાયો યોગ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કર્મચારીઓ, બાળકો સહિત શહેરીજનો સહભાગી બન્યા હતા.
વિશ્વભરમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરતમાં પણ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ થીમ સાથે ઉજવણીનાં ભાગરૂપે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા છે. સુરતના સરસાણા ડોમ ખાતે યોગ દિવસનું આયોજન કરાયું છે. સુરત પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્થાનિકો પણ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણીમાં જાડાયા હતા.