સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા, ગુજરાતી આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનો ને ગ્રેચ્યુટી એક્ટ તળે, તેઓ નિવૃત્ત થાય ત્યારે છુટા થાય, ત્યારે ગ્રેચ્યુટી ચૂકવવી જાઇએ તે પ્રકારના ગુજરાતના ૧૨ જિલ્લાની નિવૃત થયેલી બહેનો ના કેસો આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર સમક્ષ રજૂ કર્યા હતા.પરંતુ આ બહેનોને નિવૃત્તિના લાભ ચૂકવવાને બદલે લેબર કમિશનરના હુકમની સામે ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કેસ દાખલ કર્યો હતો. પરંતુ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી ઉપાધ્યાય દ્વારા આ બહેનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.ગુજરાત સરકારે આ ગુજરાત હાઈકોર્ટના હુકમને પડકારીને એલપીએ દાખલ કરી હતી અને તેમાં આંગણવાડી બહેનોની વિરુદ્ધનો ચુકાદો આવેલ હતો.
આ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના પ્રમુખ અરુણ મહેતા અને મહામંત્રી કૈલાસબેન રોહિતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.સુપ્રીમ કોર્ટમાં આ પિટિશનના ચાલી જતા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વતી સુપ્રીમ કોર્ટના વકીલો સુરેન્દ્રનાથ રાય, સુભાષચંદ્રનં અને એડવોકેટ પલોમી એ પૂર્ણ વિસ્તૃત દલીલો દ્વારા રજૂઆત કરતા સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયાધીશો જસ્ટિસ અજયકુમાર રસ્તોગી અને જસ્ટિસ અભય આકા દ્વારા આજરોજ તારીખ ૨૫ એપ્રિલના રોજ આંગણવાડી બહેનો અને તરફેણમાં ઐતિહાસિક ચૂકાદો આપેલ છે અને આંગણવાડી બહેનોની વિરુદ્ધનો ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને રદ કર્યો છે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના સિંગલ જસ્ટિસ ઉપાધ્યાયના રાખ્યો છે આ સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા આંગણવાડી વર્કરો ને ગ્રેજ્યુટી ના હેતુ માટે હકદાર હોવાનું ઠરાવેલ છે.
લાંબા સમયથી આંગણવાડી બહેનો માનદ સેવક હોય ને તેમજ માનદવેતન મેળવતી હોવાથી ગ્રેજ્યુટી નો લાભ ન મળી શકે તેવા પ્રકારનું વલણ ગુજરાત સરકારે અને દેશની સરકારે અપનાવેલી હતું પરંતુ આ ચુકાદાથી હવે ગુજરાતના અને દેશના આંગણવાડી વર્કર અને હેલ્પરને ગે્રચ્યુટી એકટ તળે તેમના નોકરીના વર્ષોની ગણતરી ના પ્રમાણમાં નિવૃત્તિ સમયે ગ્રેચ્યુટી ની રકમ ચૂકવવી પડશે.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ના આગેવાન અરુણ મહેતા અને મહામંત્રી કૈલાસબેન રોહિતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે આ ચુકાદાનો અમલ તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર કરે તેવી માગણી કરેલ છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી ગુજરાતની નિવૃત્ત થયેલા આંગણવાડી બહેનો ના આ આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર સમક્ષ કરેલ હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા મા આંગણવાડી વર્કર અને હેલ્પર દેશની કુપોષનની રાષ્ટÙીય સમસ્યા ની જવાબદારી સંભાળી રહી હોય તેઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે પણ કેન્દ્ર સરકારને ભલામણ કરેલ છે.આ ચુકાદો આવતા ખુશીની લહેર આવી ગઈ છે.