ભાજપના રાજમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર!
(એ.આર.એલ),અમદાવાદ,તા.૩
ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર ગુજરાત સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના સરકારના અનેક વિભાગોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આક્ષપે કરતા કહ્યું કે, રાજ્યમાં ૩૦ વર્ષથી ભાજપનુ શાસન છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગર પાલિકા અને મનપામાં ભાજપ છે. ભાજપે ભ્રષ્ટÙાચારની ભરપૂર ભયમાળા ઉભી કરી છે. ભાજપના ભ્રષ્ટ રાજના લીધે થયેલા કાંડમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. મોરબી પુલ કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા કાંડ અને રાજકોટનો ટીઆરપી કાંડ. કોઈ પણ ઘટના બાદ રાજ્ય સરકાર એસઆઈટીની રચના કરે છે. એસઆઇટીએ ભાજપાએ પ્રજાની અંદર ભય ફેલાવવાની યોજના છે. સરકાર દાવા કરે છે કે કોઇ મોટી માછલીઓ મગરમચ્છ કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. સરકાર સાગઠીયા અને ભોજકને પકડે, પણ મોટા એનાકોન્ડા અને વ્હેલ માછલીઓને ક્યારે પકડશે. ગુજરાતના સેવા સદનો ભાજપ માટે મેવા સજનો બન્યા છે. હરણી બોટ કોંડમાં કોર્ટે બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ સરકારે બંને અધિકારીઓ સામે શું પગલાં લીધા ? અત્યાર સુધી સરકારે કેમ પગલાં ન લીધા ? શુ સરકાર પોતાને હાઇકોર્ટથી ઉપર માને છે. ગુજરાતમાં અત્યારે બાબુ અને અધિકારીઓનું રાજ ચાલે છે. રાજ્યના અધિકારીઓ દુશાશન અને સરકાર ધુતરાષ્ટÙ બની છે. પ્રજાએ કોંગ્રેસને વિરોધપક્ષની ભુમિકા આપી છે અને તે જવાબદારી અમે નિભાવી રહ્યા છીએ. કોંગ્રેસ તો વિપક્ષમાં છે અને વિરોધ કરે છે પણ ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો અને નેતાઓ મુખ્યમંત્રીને મુશ્કેલીઓ અંગે પત્ર લખી વિરોધ કરે છે.ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મેન્દ્ર શાહ સામે ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપ મૂક્યા. કોંગ્રેસના નેતા બિમલ શાહે કહ્યું કે, ધર્મેન્દ્ર શાહ અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના પ્રભારી હતા. થોડા સમય પહેલાં તેમની પદ પરથી હકાલ પટ્ટી કરાઈ હતી. તેણે ૫૦૦ કરોડથી વધારેનો ભ્રષ્ટÙાચાર કર્યો. તેઓ મેયરની ઓફિસમાં એન્ટી-ચેમ્બરમાં બેસી વહીવટ કરતા. તેઓ મ્યુનિસિપલ કમીશનર અને મેયર કરતાં વધારે પાવર ભોગવતા. કોઇ પણ કોન્ટ્રાક્ટ હોય તો તે અંગે કમીશન વિના પાસ થતો ન હતો. દિલ્હીના તેમને સીધા આશીર્વાદ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ લગાવ્યો. બિમલ શાહે કહ્યું કે, અમદાવાદ શહેરનું વ્યવસ્થા તંત્ર બદલાઇ ગયુ છે, કોન્ટ્રાક્ટની કટકીને કારણે શહેરમાં રોડ સારા મળતા નથી. અવાર નવાર રોડ તુટવાની અને સુવિધા ન મળવાની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ભાજપાના ધારાસભ્યો અને કોર્પોરેટરો કોન્ટ્રાક્ટર વિધાનસભામાં એમઆઇએમના પ્રમુખને ફાયદો કરાવવા એએમસીએ ૧૦૦ કરોડથી વધારે નુકસાન કર્યું.
અમદાવાદ શહેરના પ્રમુખ હિંમતસિંહ પટેલે ભાજપ સરકાર માટે કહ્યું કે, આ કટકી કૌભાંડ અને કમીશનની વર્તમાન સરકાર છે. અમદવાદ મહાનગર પાલિકામાં અત્યાર સુધી સૌથી વધારે ભ્રષ્ટÙાચાર છે. વર્ગ બેનો કર્મચારી ૫૦ લાખની લાંચ લેતો પકડાયો. સેકન્ડ ક્લાસની અધિકારીના તાર ક્યાં સુધી પહોંચે છે મનપાએ તપાસ કરવી જાઇએ. એએમસીમાં ભ્રષ્ટÙાચાર કરવાનો છુટો દોર મળે તે માટે વિપક્ષને સમિતિમાંથી દુર કરાયા. તંત્ર એટલું ભ્રષ્ટ થઇ ચુક્યુ છે કે સામાન્ય વ્યÂક્ત પોતાનુ મકાન બનાવવાનો પ્લાન પાસ ન કરાવી શકે. અભીમન્યુના કોઠા પસાર કરવા જેવી Âસ્થતિ નાગરિકની થાય છે. બાંધકામ થયા બાદ બીયું પરમીશન માટે ફ્લેટના યુનિટ દીઠ રૂપિયા ચુકવવા પડે છે. ભાજપ સત્તાના નશામાં મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી Âસ્થતિ છે.
હિંમતસિંહ પટેલે વધુમાં કહ્યું કે, અમદાવાદ શહેરના ધોવાયેલા અને તુટેલા રસ્તા માટે હલકી ગુણવત્તા, કટકી કૌભાંડ અને ભ્રષ્ટÙાચાર જવાબદાર છે. રોડ અને રસ્તા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેની ટર્મ્સનુ પાલન થતુ નથી. યોગ્ય માત્રામાં ડામરનો ઉપયોગ થતો નથી. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારના રોડથી લોકો હેરાન થઈ છે. ભાજપની મનપાની ટીમ કુંભ કર્ણની નિંદ્રામાં છે. તેમને કામમાં નહી કોન્ટ્રાક્ટ અને કટકીમાંજ રસ છે. કમિશન મળ્યા બાદ કોન્ટેરાક્ટરને બ્લેક લીસ્ટ કરવાના બદલે છાવરવામાં આવે છે. જે કામગીરી અને નીતિ રીતી ચાલે છે તે પ્રજાલક્ષી નહીં પ્રજા વિરોધી છે. ભાજપની આ નીતિઓ તપાસ થવી જાઈએ. ભ્રષ્ટાચાર મુક્ત શાસન થાય તો સારી સુવિધા સારા રોડ અને સારા બ્રીજ આપી શકીએ. યુપીએ સરકારે અમદાવાદના વિકાસ માટે ૫ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. ૯૦૦ કરોડ વરસાદી પાણી અને ડ્રેનેજ માટે વપરાયા હતા. ૯૦૦ કરોડ ક્યાં ગયા તે સવાલ ? આજે નજીવા વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે. ભ્રષ્ટચાર અને ગેર વહીવટમાં રૂપિયા ક્યાં ગયા? પ્રજાની સમસ્યા ઠેરની ઠેર છે.