ગુજરાતના ડીજીપી આઇપીએસ આશિષ ભાટિયાને ૮ મહિનાનું રેકોર્ડ બ્રેક એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. ૩૧ મે આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે સરકારે ૩૧ જોન્યુઆરી ૨૦૨૩ સુધી ૮ મહિનાનું એક્સ્ટેંશન આપ્યું છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયા ગુજરાત પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.
કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સ્ટેંશન આપવાની મંજૂરી આપી છે. આશિષ ભાટિયાની ૩૧મી જુલાઈ ૨૦૨૦ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આશિષ ભાટિયા ૧૯૮૫ બેંચના આઇપીએસ અધિકારી છે. ઉલ્લખેનીય છે કે આશિષ ભાટિયા બાદ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ૧૯૮૭ બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી ડીજીપી બને તેવી પુરી શકયતા હતી, શ્રીવાસ્તવ સ્વભાવે મૃદુ અને તમામ સ્થિતિમાં અનુકુળ આવે તેવા અધિકારી છે, પરંતુ તેઓ ડીજીપી બને નહીં માટે છેલ્લાં લાંબા સમયથી ચોક્કસ લોબી તેમના વિરોધમાં પ્રચાર કરી હતી, ભારતીય પોલીસ સેવામાં જોડાયેલા કોઈ પણ અધિકારીનું એક સ્વપ્ન તો ચોક્કસ હોય છે કે તે પોલીસના સર્વોચ્ચ પદ ડીજીપી સુધી પહોંચે, પરંતુ હવે આશીષ ભાટીયાને એકશટેન્શન મળતા આઠ મહિના સુધી સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનવા ઉપર બ્રેક વાગી છે.ઉપરાંત ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જવાબદારી આશિષ ભાટિયાની રહે તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે.