દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળાઓ સતત બંધ થઇ રહી છે. ઘણી સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષક, પાણી અને શૌચાલય પણ નથી.
કેજરીવાલે કહ્યું કે, આવું એટલા માટે થઈ રહ્યું છે જેથી નેતાઓની ખાનગી શાળાઓ જનતાને લૂંટી શકે. લોકો પોતાના બાળકોને સરકારી શાળાને બદલે ખાનગી શાળામાં મોકલવા મજબૂર થઇ જોય, તેથી સરકારી શાળાઓને બરબાદ કરવામાં આવે છે.
તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, જેવી રીતે દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા ઠીક કરવામાં આવી છે, તેવી રીતે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની સાથે મળીને ગુજરાતની શાળાઓને પણ ઠીક કરશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ હવે સારું શિક્ષણ મળશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યું કે, ‘ગુજરાતમાં પણ દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિની જરૂર છે.’
આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ એક કાર્યક્રમ દરમિયાન સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાની સાથે-સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.