ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા.
રાજ્યપાલશ્રીએ આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે, ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટÙવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વો‹મગની સમસ્યામાં ૨૪ ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે ૧,૬૦,૦૦૦ કરોડનો આર્થિક બોજ ઊઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ખેતી સંવાદમાં જાડાયેલા સૌ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ખેતીવાડી, પશુપાલન અધિકારીઓને ટીમ વર્કથી કાર્યરત રહેવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આવા ટીમ વર્કથી પ્રધાનમંત્રીશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાકાર કરી પ્રાકૃતિક ખેતીથી સર્વગ્રાહી કૃષિ વિકાસ થઈ શકશે. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણ પાયા પર વિકાસની બુનિયાદ બુલંદ બની શકે તેની વિભાવના આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી-રસાયણમુક્ત ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય અને આવી ખેતીના ઉત્પાદનોથી માનવીનું સ્વાસ્થ્ય સુધરી શકે તે નિશ્ચિત છે. તેમણે ઉમેર્યું કે આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતીની જે મુહિમ ચલાવી છે તે ગ્લોબલ વો‹મગનો ઉપાય અને જમીન, જળ રક્ષણનું એક આગવું ઉદાહરણ છે.
આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશ અને દુનિયા જે આજે વિચારે છે તે નરેન્દ્રભાઈ દીઘર્દ્રષ્ટિથી આગોતરું વિચારી લે છે. એટલા માટે જ લોકો હવે નેચરલ ફા‹મગ માટે જાગ્રત થયા પરંતુ ગુજરાતે તો તેને જનઆંદોલન બનાવ્યું છે. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીનું આ એવું મોટું કામ છે જે આખી પેઢી યાદ કરશે. અને આજની તથા આવતીકાલની પેઢીને આપણે સ્વાસ્થ્ય સુરક્ષાની મોટી ભેટ આપી શકીશું.