ગુજરાતના ૮ મહાનગરમાં આગામી ૩૧ ડિસેમ્બર સુધી રાÂત્રના ૧થી સવારના પાંચ સુધી નાઇટ કર્ફ્‌યૂ યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ, ક્રિસમસ-ન્યૂ યરની ઉજવણી આ વખતે રાત્રિના ૧ સુધી થઇ શકશે. જોકે, ન્યૂ યરની ઉજવણી બહાર કરી શકાશે કે ઘરમાં તેને લઇને હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગૃહ વિભાગ દ્વારા જોરી કરવામાં આવેલા જોહેરનામાં અનુસાર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જુનાગઢ, જોમનગર, ભાવનગર, ગાંધીનગર એમ ૮ મહાનગરોમાં કોવિડને પગલે મૂકવામાં આવેલા નિયંત્રણો તથા નાઇટ કર્ફ્‌યૂ યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ૩૧ ડિસેમ્બરની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે તેના અંગેની માર્ગદર્શિકા હજુ આગામી સપ્તાહના પ્રારંભે જોહેર કરવામાં આવશે. ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનાને અંતે ૮૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં હતાં. જેના કારણે ક્રિસમસ અને ન્યૂ યરની જોહેરમાં ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
હાલમાં કોરોનાના કેસ ગત વર્ષ કરતાં નિયંત્રણમાં છે. પરંતુ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ન્યૂ યરની ઉજવણી માટે કેવા પ્રકારની માર્ગદર્શિકા જોહેર કરવી તેના અંગે હવે નિર્ણય લેવામાં આવશે. કોરોનાના કેસ નિયંત્રણમાં રહ્યા તો વાયબ્રન્ટ સમિટને પગલે નાઇટ કર્ફ્‌યૂમાં પણ રાહત આપવામાં આવે તેવી પણ સંભાવના છે. હાલની ગાઇડલાઇન્સ પ્રમાણે રેસ્ટોરન્ટ રાÂત્રના ૮ સુધી ખૂલ્લી રહી શકશે.