પોલીસ સર્વિસમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશનના ૪૬૩ કર્મચારીઓને ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ગુજરાતના ૬ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ અને તપાસ બદલ ગૃહમંત્રી મેડલ આપવામાં આવશે. જેમાં ગુજરાતના ૈંઁજી નિર્લિપ્ત રાય અને ડા. લવિના સિન્હાના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરને પણ આ સન્માન આપવામાં આવશે. જેમાં હરપાલસિંહ રાઠોડ, અમરસિંહ ચૌહાણ, મયુરકુમાર પટેલના નામનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી મેડલ મેળવનારાઓમાં ડીએસપી વિરજીતસિંહ પરમારનો પણ સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાય અને લવિના સિન્હાને એકસાથે આ મેડલ મળવો તે માત્ર સંયોગ છે. બંને આઈપીએસ છે અને સંબંધમાં ડા.લવિના સિન્હા નિર્લિપ્ત રાયના સાળી થાય છે. નિર્લિપ્ત રાય, મૂળ ઉત્તર પ્રદેશના છે, હાલ તેઓ ગુજરાત રાજ્યના મોનિટરિંગ સેલમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ છે. નિર્લિપ્ત રાયે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જીઁની જવાબદારી નિભાવી છે. જેમાં અમરેલી, સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાય છેલ્લા કેટલાક સમયથી આઈબીમાં છે. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૮૩ના રોજ જન્મેલા નિર્લિપ્ત રાયે વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તાજેતરમાં જ તેમને પ્રમોશન પણ મળ્યું હતું. ૨૦૧૦ બેચના અધિકારી નિર્લિપ્ત રાયની કાર્યશૈલીથી વિપક્ષી નેતાઓ પણ પ્રભાવિત છે. તાજેતરમાં ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન સામે મોરચો માંડનાર કોંગ્રેસના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ નિર્લિપ્ત રાયના વખાણ કર્યા હતાં.