શહેરી વિકાસ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ માટે ખાસ જાગવાઈઓ કરવામાં આવશે
ગુજરાત વિધાનસભા ગૃહમાં ૧૮મી ફેબ્રુઆરી-૨૦૨૬ના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક બજેટ રજૂ કરશે. બજેટના આંકડા અને છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડના આધારે આપણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાત સરકારના સંભિવત બજેટનો અંદાજ મૂકાય તો, ગુજરાતમાં દર વર્ષે લગભગ સરેરાશ ૧૦થી ૧૫ ટકાની આસપાસ વધારો થતો રહે છે. તે મુજબ આ વખતે ૨૦૨૬-૨૭માં રાજ્ય સરકારના બજેટનું કુલ કદ રૂ. ૪.૧૦ લાખથી ૪.૨૨ લાખ કરોડ રહે તેવી શક્યતા છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારના બજેટનું કુલ કદ રૂ. ૩,૭૦,૨૫૦ કરોડ હતું. જે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટ કરતા લગભગ ૧૧.૪ ટકા વધારે હતું. વિકસિત ગુજરાત જ્ર ૨૦૪૭ઃ હેઠળ ગત વર્ષે જાહેર કરાયેલા રૂ. ?૫૦,૦૦૦ કરોડના ‘વિકસિત ગુજરાત ફંડ’ હેઠળ આ વર્ષે વધુ ફાળવણી કરાશે. સરકારના ‘ય્ઇૈં્’ (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં જીંટ્ઠીં ૈંહર્જૈંંંહ ર્કિ ્ટ્ઠિહજર્કદ્બિર્ટ્ઠૈંહ) પ્રોજેક્ટ હેઠળ લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી ફાળવણી થઈ શકે છે. એવી રીતે ગ્રીન એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રે સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જી અને છૈં પાછળ ખર્ચ અને મોટી રકમની ફાળવણી નકારી શકાય તેમ નથી.
જ્યારે સૌથી વધારે મહત્વ શહેરી વિકાસ વિભાગને અપાય તેમ લાગે છે. કેમકે, વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કરાયું હોવાથી ૨૦૨૬-૨૭માં મેટ્રો પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટીઝ માટે ફાળવણી ચાલુ રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના તાજેતરના બજેટમાં જાહેર કરાયેલી નવી યોજનાઓને ગુજરાતમાં વિસ્તારવા માટે પણ રાજ્ય સરકારના આ બજેટમાં મસમોટી જાહેરાતો કરાશે. નવી જાહેર કરાયેલી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના આધુનિકીકરણ તથા તેમાં માળખાકીય સુવિધાઓ વિસ્તારવા માટે બજેટમાં ખાસ પેકેજ જાહેર કરાશે. એવી જ રીતે ગરીબ, યુવા, અન્નદાતા (ખેડૂત) અને નારી શÂક્ત માટેની નવી યોજનાઓ અથવા વર્તમાન સહાયમાં વધારો જાવા મળી શકે છે.
શહેરી વિકાસ વિભાગમાં સંભવિત નવી યોજનાઓઃ ‘સ્માર્ટ ટ્રાફિક ક્લીયરન્સ’ મિશન ઃ મોટા શહેરોમાં છૈં-આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ અને સીમલેસ મુસાફરી માટે ફ્લાયઓવર ગ્રીડ,સેટેલાઇટ ટાઉનશિપ ડેવલપમેન્ટ ઃ અમદાવાદ, સુરત અને રાજકોટની આસપાસ ‘નવા શહેરો’ (જીટ્ઠીંઙ્મઙ્મૈં ંર્ુહજ) વિકસાવવા માટે પાયાની સુવિધાઓની જાહેરાત ,ઝીરો વેસ્ટ સિટી ઃ કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્લાન્ટ્સ માટે નગરપાલિકાઓને વિશેષ ગ્રાન્ટ,શહેરી વન ઃ દરેક મહાનગર પાલિકા વિસ્તારમાં ‘ઓÂક્સજન પાર્ક’ અને મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવવા માટે ફંડ
સરકારના બજેટમાં સંભવિત નવી યોજના
શહેરીકરણના ઝડપી દરને જાતાં, બજેટમાં શહેરી વિભાગ માટે ૩૮,૦૦૦ કરોડ સુધીની ફાળવણી થઇ શકે છે,નવી મોડેલ સિટી યોજના હેઠળ નવી જાહેર થયેલી મ્યુનિ. કોર્પોરેશનોના આધુનિકીકરણ માટે વિશેષ પેકેજ,નવી ગ્રીન મોબિલિટી પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં પણ ઇલેક્ટ્રીક બસ સેવા (ી-મ્ેજ)ને વેગ આપવા નવી સબસિડી યોજના,નવી ટ્રાફિક મુક્ત શહેર યોજના હેઠળ રાજ્યના તમામ મોટા શહેરોમાં ૫૦થી વધુ નવા ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવાનું લક્ષ્ય,નવી ડિજિટલ ટાઉન પ્લાનિંગ (ી-્ઁ) હેઠળ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સને સંપૂર્ણપણે પેપરલેસ અને પારદર્શક બનાવવા માટે નવું પોર્ટલ,નવી અમૃત (છસ્ઇેં્) ૩.૦ હેઠળ દરેક ઘરમાં ‘સ્માર્ટ વોટર મીટર’ અને રિસાયકલ કરેલા પાણીનો ઉદ્યોગોમાં ઉપયોગ વધારવાની યોજના, સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ માટે સાણંદ અને ધોલેરા માટે ખાસ ‘ઇન્સેÂન્ટવ પેકેજ’ જાહેર થઈ શકે
મહત્વના વિભાગોમાં સંભવિત અંદાજિત ફાળવણીઃ
શિક્ષણ શ્ ૬૦,૦૦૦ કરોડ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ માટે
આરોગ્ય શ્ ૨૮,૦૦૦ કરોડ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ પૂર્ણ કરવા માટે
કૃષિ શ્ ૨૦,૦૦૦ કરોડ સોલર પંપ અને નેચરલ ફા‹મગ પ્રોત્સાહન
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્ ૧૨,૫૦૦ કરોડ ગ્રીન હાઇડ્રોજન મિશન માટે
સામાજિક ન્યાય શ્ ૮,૨૦૦ કરોડ
ગૃહ વિભાગ શ્૧૧,૦૦૦ કરોડ સાયબર ક્રાઈમ અને પોલીસ આધુનિકીકરણ










































