ગુજરાતમાંતી સાયબર ક્રાઇમ દ્વારા વધુ સૌથી મોટું સાયબર ફ્રોડ પકડાયું છે. અલગ અલગ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવીને સાયબર ફ્રોડના નાણાં જમા કરાતા હતા. વડોદરા, થરાદ, પાલનપુર અને ગોવા ખાતેથી ૧૬ આરોપીઓને ઝડપી પડાયા છે. આ ગેંગની સાયબર ક્રાઈમ મોડસ ઓપરેન્ડી જાઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ ગેંગ સાયબર ક્રાઇમ તથા ગેમીંગના રૂપિયા સગેવગે કરવા સારૂ મ્યુલ બેંક ખાતાની સુવિધા પૂરી પાડતા હતા.
ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ આ નેટવર્ક વિશે માહિતી આપતા જણાવ્યું કે, અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઈમ કરીને રૂપિયા પડાવતી ગેગને ઝડપી લેવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ સાયબર ક્રાઈમના રૂપિયા સગેવગે કરે છે. જેથી રેડ કરીને આરોપીની ધરપકડ કરી છે. ત્રણ જગ્યાએ રેડ કરીને ૧૬ આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરા, ગોવા અને પાલનપુરથી ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓના નામ ૧. કિરણભાઇ કરશનભાઇ જાષી, રહે. થરાદ,૨. સિધ્ધરાજ ભાઈ ગણપતભાઈ શિરવાડિયા, રહે. થરાદ,૩. મહેશભાઈ લાલજીભાઈ જાશી, રહે. કાંકરેજ,૪. જીગરભાઈ રાજુભાઈ સોલંકી, રહે. પાલનપુર,૫. પ્રકાશભાઈ રામજીભાઈ જાશી, રહે. ઓગડ,૬. મીત રતીલાલ શ્રીમાળી રહે.પાલનપુર,૭. મેહુલ બાબુભાઇ સોલંકી રહે.પાલનપુર
ગોવાથી પકડાયેલા આરોપીના નામ ૧. જીતુભાઇ ભુરાભાઇ ઠક્કર રહે. પાટણ,૨. સાહિલ જદીશભાઇ પ્રજાપતી રહે.પાટણ,૩. જયમીન જગદીશભાઇ પ્રજાપતી રહે. પાટણ,૪. વિજય સુરેશભાઇ નાયી રહે. મડાણા,૫. હિતેષ અજમલજી ઠાકોર રહે. જંગરાલ, પાટણ,૬. ધ્રુવ ચેલાભાઇ ચૌધરી રહે.મામવાડા સિધ્ધપુર,૭. અનીલકુમાર કેશરભાઇ ચૌધરી રહે. મામવાડા સિધ્ધપુર,૮. આષીશ કુમાર કરશનભાઇ ચૌધરી રહે. વરસડા, પાલનપુર,૯. નરેશકુમાર ધનરાજભાઇ ખારશન રહે.કાણાદર પાલનપુર
તેઓએ કહ્યું કે, આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, ચેક બુક સહિત રાઉટર મળ્યાં છે. આ ગેંગ ખોટી પેઢી બનાવીને અલગ અલગ આરોપી પાસેથી મ્યુઅલ એકાઉન્ટમાં રૂપિયા હાંસલ કરતી હતી. બેંક એકાઉન્ટ મેઈન હેન્ડલ કરનારા આરોપી ગોવામાં બેસીને બધુ સંભાળતા હતા. જેથી સાયબરની ટીમ તેમને પકડવા ગોવા પહોંચી હતી. ત્યાંથી ૯ આરોપી ધરપકડ કરાઈ છે. મુખ્ય હેન્ડલર જીતુ ઠક્કર હતો, જે મૂળ પાટણનો હતો, અને ગોવાથી ઝડપાયો છે.
પોતાના તેમજ અન્ય બીજાના નામે બેંક ખાતાઓ ખોલાતા હતા. સાયબર ક્રાઇમ તથા ગેમિંગના રૂપિયા સગેવગે કરવા માટે બેંક ખાતાઓની વિગતો પુરી પાડી આર્થિક લાભ મેળવતા. એક બીજાની મદદગારી કરી ગુનો આચરતા. અલગ અલગ બેંક ખાતા ધારકોના નામે બેંક ખાતાઓ ખોલાવડાવી એકાઉન્ટ ધારકો પાસેથી બેંક એકાઉન્ટ કીટ તથા સીમકાર્ડ મેળવી લેતા. તેના બાદ સાયબર ફ્રોડને અંજામ આપવામાં આવતું. મળતીયાઓને બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ પુરા પાડવામાં આવતા, જેથી સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરાતા.
આ ગેંગ પાસેથી ૧૫ લેપટોપ, ૮૭ મોબાઈલ, ૨ રાઉટર, ૧૨૬ સિમ કાર્ડ, બે પેઈન દ્રાઈવ, ૧૧૫ ડેબિટ કાર્ડ, ૮૨ પાસબુક, ૧૫ ચેક બુક અને ચાર કોરા ચેક જપ્ત કરાયા છે. રેડ કર્યા બાદ ઘણા બેંક એકાઉન્ટ મળ્યા છે. બેક એકાઉન્ટ નંબર ૩૫૦ મળ્યા છે, જેમાં ૭૭ કરોડની ફરિયાદ મળી છે. હવે હ્લૈિ દાખલ થાય તે બાદ એકાઉન્ટ ફ્રીઝ કરાશે.