ધારી-બગસરા અને ખાંભાના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું કે, ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યુ છે તે આજદિન સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ છે.
આ બજેટને હું આવકારું છું. આ બજેટથી લોકોને આરોગ્ય ક્ષેત્રે અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા જંગી ફાળવણી કરવામાં આવી છે.
અમૃતકાળનું આ બજેટ, ખેતી, શિક્ષણ, આરોગ્ય, સામાજીક ન્યાય અને અધિકારીતા, માર્ગ-મકાન, પ્રવાસન સહિતના તમામ ક્ષેત્રોનો વિકાસ કરતું બજેટ છે. જેના કારણે આવનાર સમયમાં લોકોની તમામ ક્ષેત્રે પ્રગતિ
થશે.