ગુજરાત સરકારની ઢીલી નીતિના કારણે શિક્ષિતોને પુરતી રોજગારી મળતી ન હોવાથી રાજ્ય સરકારની કામગીરી સામે અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ આકરા પ્રહારો કર્યા છે. પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને રોજગારમાં ગુજરાત ખાડે ગયું છે. ગુજરાતના લાખો યુવાનો શિક્ષણ અને રોજગારી માટે ગુજરાત છોડી વિદેશોમાં રોજગારી માટે ભટકી રહ્યાં છે. રાજ્યમાં દિન-પ્રતિદિન બેરોજગારીનો દર વધતો જાય છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પરીક્ષાની લાયકાતમાં ફેરફાર કરે છે. ભાજપના મળતીયાઓ દ્વારા પરીક્ષા ભરતીમાં કૌભાંડ કરીને પરીક્ષાઓ રદ્દ કરવામાં આવે છે. જે ગુજરાતના યુવાનો સાથે ક્રુર મશ્કરી સમાન છે. મસમોટા કૌભાંડના મૂળ ભાજપના નેતાઓ સુધી પહોંચી રહ્યાં છે.