છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ અફવા ચાલી રહી હતી. આ બંને સ્ટાર્સે પણ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. હવે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધો તેમજ લગ્નની સત્તાવાર જાહેરાત કરી છે.
ગુજરાતી ફિલ્મના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાશે. આ કારણે મલ્હાર અને પૂજાએ સોશિયલ મીડિયા દ્વારા તેમના લગ્નની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝમાં જાવા મળી છે.
પૂજા જાશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની જાહેરાત કરતા પોસ્ટ કર્યું અને લખ્યું, ‘બધી અફવાઓનો અંત આવી ગયો છે. રીલથી વાસ્તવિક સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની યાત્રા શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ થાય છે.’
ગુજરાતી અભિનેત્રી પૂજા જોશી અને એક્ટર મલ્હાર ઠાકર બંને સ્ક્રીન પર ખૂબ જ ક્યૂટ લાગે છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેઓએ ‘વટ વાત મેં’ વેબસીરીઝમાં કામ કર્યું છે. આ સિવાય બંને ફિલ્મ ‘વીર ઈશાન સીમંત’ અને ‘લગન સ્પેશિયલ’માં કપલ તરીકે જોવા મળ્યા હતા.