આવકવેરા વિભાગે હાલમાં જ ગુજરાતના એક ગુટકા વિતરક વિરુદ્ધ રોડામાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી આવકનો ખુલાસો થયો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડે આ અંગે જાણકારી આપી હતી.
૧૬ નવેમ્બરે આવકવેરા વિભાગે અમદાવાદ સ્થિત એક સમૂહના ૧૫ પરિસરો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગ અભિયાન દરમિયાન ચાર કરોડ રૂપિયા મૂલ્યના ૭.૫૦ કરોડના આભૂષણ જપ્ત કર્યાં. સમૂહના નામનો ખુલાસો નથી કરાયો. આવકવેરા વિભાગે અભિયાન દરમિયાન કેટલાય કરોડ રૂપિયાના આભૂષણ જપ્ત કર્યાં. નિવેદનમાં કહેવામાં આવ્યું, “અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં ૧૦૦ કરોડથી વધુની બેનામી આવકનો ખુલાસો થયો છે.”
સીબીડીટીએ એક નિવેદનમાં કહ્યું કે, “આમાંથી સમૂહે ૩૦ કરોડથી વધુની અઘોષિત આવક સ્વીકારી છે.” દરોડા દરમિયાન આવકવેરા અધિકારીઓએ કેટલાય દસ્તાવેજ અને ડિજિટલ સાક્ષ્ય એકઠાં કર્યાં.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “આ સાક્ષ્યનું પ્રારંભિક વિશ્લેષણ સ્પષ્ટ રૂપે બેનામી ખરીદ-વેચાણ અને
રોકડમાં કરેલ લેણ-દેણની રીત અપનાવી યોગ્ય આવકની ચોરીના સંકેત આપે છે.” નિવેદનમાં દાવો કરવામાં આવ્યો, “જપ્ત કરેલી સામગ્રીના વિશ્લેષણથી માલૂમ પડે છે કે રોકડ વેચાણનો અમુક ભાગ ખાતાવહીમાં નોંધ્યો નથી.” વિભાગે અચળ સંપત્તિઓમાં અઘોષિત રોકાણના સબૂત પણ એકઠાં કર્યાં છે.