રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને એમિક્રોન વાયરસની ગુજરાતમાં એન્ટ્રી સાથે અમદાવાદની ખાનગી હોસ્પિટલએ તૈયારી શરૂ કરી દીધી છે. ૭૦ હોસ્પિટલમાં ૨૫૦૦ બેડ કોરોનાના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. જોકે હાલ એરપોર્ટ પર ટેÂસ્ટંગ અને ચેકીંગની કામગીરીમાં ચાલતી ઢીલાશથી ડાક્ટર્સ નારાજ છે. એરપોર્ટ પર સખ્તાઈપૂર્ણ કામગીરી કરવામાં આવે નહિ તો મુશ્કેલીના દિવસો આવશે તેવું ડોકટર્સ માની રહ્યા છે.
વિદેશીથી આવતા ભારતીય નાગરિકઓ કે વિદેશી નાગરિક તેમનો આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને એરટ્રાવેલની પરમીશન આપવામાં આવે તેવો લેટર પણ અમદાવાદ હોમ્સ એન્ડ નર્સીગ એસોસીએશન દ્વારા સરકારને લખવામાં આવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન અમદાવાદ હોમ્સ એન્ડ નર્સીગ એસોસીએશનની ૧૮૦ હોસ્પિટલમાં૧૫૦૦૦ કરતા વધુ દર્દીઓએ સારવાર લીધી હતી.જે બાદ ત્રીજી લહેર અને એમીક્રોન વાયરસ મામલે ખાનગી હોસ્પિટલ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.
૭૦ હોસ્પિટલમાં ૨૨૦૦ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ઍરપોર્ટ અને રેલવે સ્ટેશન ઉપર નિયમિત રીતે ટેÂસ્ટંગ અને વેકસીનેશન સર્ટીફિકેટ માંગવામાં ન આવતા અમદાવાદ હોમ્સ એન્ડ નર્સીગ એસોસીએશન દ્વારા કેન્દ્ર સરકારના આરોગ્યવિભાગ અને એવીએશન વિભાગને પત્ર લખીને પોતાના સુચન કરાયા છે. સાથે જ વિદેશીથી આવતા ભારતીય નાગરિકઓ કે વિદેશી નાગરિક તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તો જ તેમને એરટ્રાવેલની પરમીશન આપવામાં આવે તેવો પણ ઉલ્લેખ લેટરમાં કરાયો છે.
આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, ઓવર ઓલ સિનારિયો જોઈએ તો હોસ્પિટલમાં ૮ કે ૯ દર્દીઓ કોરોનાના છે. પણ એરપોર્ટ પર સખ્તાઈપૂર્ણ કામગીરી કરવામાં આવે નહિ તો મુશ્કેલી ના દિવસો આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોરોનાના કેસોને લઈ એક બેઠક પણ એસોસિએશનના ડાક્ટર્સની બોલાવવામાં આવશે. જેમાં વિદેશથી આવેલા દર્દીના સગાને આરટીપીસીઆર નેગેટિવ ન હોય ત્યાં સુધી હોસ્પિટલમાં એન્ટ્રી ન આપવા મુદ્દે ડિસ્કશન કરવામાં આવશે.