ગુજરાતના અનેક સ્થળોએ આઇટી વિભાગે તવાઇ બોલાવી છે જેના લીધે ઉધોગપતિઓ અને વેપારી જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે, આજે વહેલી સવારથી આઇટી વિભાગ દરોડા પાડવામાં સક્રીય થઇ હતી.ગુજરાત રાજ્યના મેગા સીટી અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે.
લાંબા સમય બાદ અમદાવાદમાં આઇટી વિભાગે સપાટો બોલાવ્યો છે. જાણિતા એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર આઇટીએ તવાઈ બોલાવી છે,”ટાઇલ્સના ઉધોગપતિને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે .ઉલ્લેખનીય છે કે કે એજીએલ કંપનીના માલિક કમલેશ પટેલ છે, તેમની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બનાવતી કંપનીઓમાની એક છે .
કમલેશ પટેલ, કાળીદાસ પટેલ, સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. રાજ્ય બહાર પણ આઇટીના દરોડા પડ્યા છે. મોરબીમાં જાઈન્ટ વેન્ચર ગ્રુપ પણ આ સપાટામાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં ૨૦૦ અધિકારીઓ સામેલ છે. તો બીજી તરફ પોલીસના મોટા કાફલા સાથે આઇટી નું મેગા ઓપરેશન શરૂ કર્યું હતું મળતા અહેવાલ પ્રમાણે તપાસના અંતે મોટા પ્રમાણમાં બે નામી હિસાબો સામે આવ્યા છે.
આઇટીના અધિકારીઓઓ ૩૫થી ૪૦ સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેરના ઈસ્કોન ચાર રસ્તા પર આવેલી કોર્પોરેટ ઓફિસમાં પણ દરોડા પડ્યા છે. તો બીજી તરફ હિંમતનગરમાં આવેલી ફેક્ટરી પર પણ દરોડા પડ્યા છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના અમદાવાદમાં વસવાટ કરતા તમામ ભાગીદારો પર પણ ઈન્કમટેક્ષની રેડ પડી છે.