અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે. ત્યારે માવઠાના કારણે કેવી છે રાજ્યની સ્થિતિ આવો જોણીએ.
ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જોવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈયા.ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે.સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં ૪ ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી છે.
કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમા જણસી પલડી જવાના
કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે જોણે ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે.