દેશની અગ્રગણ્ય સહકારી ક્ષેત્રની કંપની ગુજકોમાસોલ દ્વારા ટૂંકાગાળામાં સિદ્ધ્રીઓના શિખરો સર કર્યા છે. આ અંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ગુજકોમાસોલની સિદ્ધ્રી વિશે સંસ્થાની પ્રગતિ અંગે વિગતો આપી હતી. જેમાં દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજકોમાસોલે ચાલુ વર્ષ (ર૦ર૩-ર૪) માં રૂ. ૪૩પ૭ કરોડનું ટર્નઓવર કરેલ છે. અને ગત સાલ જે રૂ. ૬૯.૩૪ કરોડોનો નફો હતો તેની સામે ચાલુ સાલે રૂ.૭૭.૬૦ કરોડનો એટલે કે ગત સાલ કરતા રૂ. ૮.ર૬ કરોડનો વધુ ગ્રોસ નફો કરેલ છે. તેમજ તમામ જાગવાઈઓ અને ખર્ચા બાદ કરી રૂ. ર૦.૪ર કરોડનો નેટ નફો કરેલ છે. અગાઉના વર્ષોની જેમ જ ચાલુ સાલે પણ ગુજકોમાસોલના બોર્ડ દ્વારા ર૦ ટકા ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. વર્ષ દરમિયાન ગુજકોમાસોલનાં ફંડમાં રૂ. ૧૩.૪૭ કરોડનો વધારો થતા રીઝર્વ તથા અન્ય ફંડો વધીને રૂ. ૧૩પ.૦૪ કરોડ થયા છે. તથા કાયમી મિલકતોમાં રૂ.૧ર.૧૪ કરોડ જેટલો વધારો થવા પામેલ છે. જયારે વર્ષનાં અંતે કુલ ઈન્વેસ્ટમેન્ટ રૂ.ર૯.પર કરોડ હતુ તે વધીને રૂ.૩૦.૭ર કરોડ થયુ છે.ગજુકોમાસોલ દ્વારા ગત સાલ ૧૮૩પ કરોડ રૂપિયાના ૧૬.૧૪ લાખ મે.ટન ખાતરની સામે ચાલુ સાલે ર૦૦પ કરોડ રૂપિયાના ૧૬.૯૧ લાખ મે.ટન ખાતરનું વેચાણ થયુ છે. જેમા ઈફકો દ્વારા ૬.૩૪ લાખ મે.ટન જયારે કૃભકો દ્વારા ૪.પ૭ લાખ મે.ટન ખાતરો પૂરા પાડવામાં આવેલ છે. બિયારણ વિભાગનું ટર્નઓવર પણ સતત વધતુ રહ્યુ છે. ૧પ-ર૦ કરોડથી લઈને ચાલુ સાલે રૂ. ૧૦૪ કરોડ સુધી પહોંચ્યુ છે. અને રાજયના ૯૪૦૭ ખેડૂતોને બીજ વિતરણની સહાયનો લાભ પણ મળ્યો છે. ટેકાના ભાવની ખરીદીઓ અંતર્ગત ગુજકોમાસોલે ચાલુ સાલે ચણા, મગફળી, તુવર તથા રાયડાની કુલ ૩,પ૩,૮૬૦ મે.ટનની કુલ રૂ.૧૯૬૯ કરોડની ખરીદી સરકાર દ્વારા નિયત જુદા-જુદા ખરીદ કેન્દ્રો ખાતેથી પૂરી પારદર્શકતા સાથે પૂરી કરેલ છે. સંસ્થાની જરૂરિયાત અને અન્ય પ્રાથમિકતાઓને ધ્યાને લઈ સંસ્થાને જુદા-જુદા એસ્ટેટોને માતબર રકમનો ખર્ચ કરીને રિનોવેટ કરવામાં આવ્યા છે. જેમાં કાયમી આવકના સ્ત્રોત પણ ઉભા થયા છે. ખાતર, દવા, બિયારણની કામગીરીને વધુને વધુ મજબૂત કરવાની સાથે સાથે વૈવિધ્યકરણ અને મૂલ્યવર્ધનનો દિશામાં સારી કામગીરી થઈ શકે અને ‘સહકારથી સમૃધ્ધિ’ નું સુત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થઈ શકે તે માટે ડાયવર્ઝીફીકેશન અને વેલ્યુએડીશન નામનો નવો વિભાગ છેલ્લા ચાર વર્ષમાં સારી કામગીરી બજાવી રહ્યો છે. પ્રથમ વર્ષે થયેલ રૂ. ર.૧૯ કરોડના ટર્નઓવરની લઈને ચાલુ સાલે રૂ.ર૦.૯પ કરોડનું ટર્નઓવર તે વિભાગમાં થયેલ છે. જેમાં મુખ્યત્વે ઓર્ગેનિક ચીજવસ્તુઓની સાથે-સાથે સરકારની કેટલીક યોજનાઓમાં કામગીરીઓ કરવામા ંઆવેલ છે. નવી સરકાર નીતિ અનુસાર સંસ્થાઓને કોમ્યુટરાઈઝ કરવાનુ આહવાન થયુ છે, ત્યારે ગુજકોમાસોલના તમામ યુનિટો અને તમામ ડેપોને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા છે. રાજયમાં જુદી-જુદી જગ્યાએ ગુજકોમાસોલના કુલ ૧પ૭ ગોડાઉનો આવેલ છે, જેની સ્ટોરેજ ક્ષમતા ર.૧૦ લાખ મે.ટન થવા જાય છે. તમામ ગોડાઉનોનો ફેડરેશન દ્વારા મહત્તમ વપરાશ કરવામાં આવે છે અને જરૂરિયાત ન હોય તેવા ગોડાઉનો ભાડે ભાડાની આવક પણ ઉભી કરવામાં આવે છે. માર્કેટની પરિસ્થિતિઓને આધિન તેમાં વધારો-ઘટાડો થતો હોય છે. ચાલુ સાલે રૂ.૩.૬૩ કરોડ જેટલી ગોડાઉન ભાડાની આવક ફેડરેશનને મળેલ છે તેમ અંતમાં જણાવ્યું હતુ.