ગોંડલના ગુંદાસરા ગામે તંત્ર દ્વારા દિવ્યાંગના ઘરે જઇ આધાર કાર્ડ કાઢી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ગુંદાસરાના ચંદુભાઇ સોલંકી હાડકાના કેન્સરથી પીડિત હોય, જેથી તેમના પરિવારજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા પ્રાંત અધિકારી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી ચંદુભાઇ ઘરે બેઠા જ આધાર કાર્ડ મેળવી શકે તેવી વ્યવસ્થા કરાવી હતી.