લીલીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદરણ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષી તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.એ.કે. સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ. સિધ્ધપુરા અને સી.ડી.પી.ઓ. શ્રદ્ધાબેન શુક્લના માર્ગદર્શન હેઠળ તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તથા મુખ્ય સેવિકા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, મોઢાનું કેન્સર, સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરવામાં આવી હતી. કુલ ૫૧ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની તપાસ કરવામાં આવી અને તેની સાથે તમામ બહેનોના આભા કાર્ડ કાઢવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ડો. મયંકભાઇ સોલંકી, આયુષ ડો.નેહાબેન પીપલીયા તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.