લીલીયા તાલુકાના ગુંદરણ પ્રા.આ. કેન્દ્રના તાબા હેઠળ આશા વર્કરની નિમણૂંકમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે અને ભુતીયા આશા વર્કર કામ કરતા હોવાનો આક્ષેપ સામાજીક ન્યાય સમિતિ ચેરમેન કિશોર પરમાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઘણા આશા વર્કરો કામના સ્થળે રહેતા નથી અને કોઈપણ મિટિંગમાં પણ આવતા નથી. તેમ છતાં તેમને નિયમિત પગાર ચુકવવામાં આવે છે. આ અંગે ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિ સામે આવે તેમ છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, પ્રા.આ. કેન્દ્રમાં લાખો રૂપિયાની સાધન સામગ્રી હોવા છતાં દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળતી નથી. આ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે પગલા લેવાય તે માટે ગુંદરણ ગામના સામાજીક કાર્યકર કિશોર કે. પરમારે લેખિતમાં રજૂઆત કરી છે.