ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂર આવવાથી લોકો અને પશુધનને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે એસજીવીપી ગુરૂકુળના સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી દ્રોણેશ્વર ગુરૂકુળ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.