ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારાઓ સામે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ કડક કાર્યવાહી ચાલુ રાખી છે. તાજેતરમાં, કોડીનાર તાલુકાના રહેવાસી મોહસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્સૂરી નામના આરોપીને પાસા (ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ) હેઠળ જેલના હવાલે કરવામાં આવ્યો છે. મોહસીન મન્સૂરી તેના સાથીદારો સાથે મળીને રૂ. ૫,૬૪,૩૦૦/- ની કિંમતનો વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ અને બિયરની હેરાફેરીના ગુનામાં પકડાયો હતો. આ અંગે કોડીનાર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એફ.આઈ.આર. પણ નોંધાયેલી છે.