ગીર સોમનાથ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરએ બી જાડેજાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી સિંધવ અને ટીમના સભ્યો પેટ્રોલિંગ કરતા હતા. એ એસ આઈ સુભાષભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, અને રાજુભાઈ ગઢીયાની સંયુક્ત કામગીરી દ્વારા બાતમી મળી હતી કે, ઉનાના નીચલા રહીમ નગરના મકરાણી શેરીમાં રહેતા શકીલ ઉર્ફે કાચો સબીર હુસેન બહારોના મકાનમાં દારૂ છુપાવેલ છે. આ માહિતીના આધારે, અધિકારીઓએ તેના ઘરમાં રેઈડ કર્યો અને ૧૪૮ નંગ વિદેશી દારૂની બોટલ મળી, જેની કિંમત રૂ. ૫૫,૪૧૬/- હતી. આ સાથે, આરોપી પર ચારથી પાંચ ગુના નોંધવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.