ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા નેશનલ સ્પોટ્‌ર્સ ડે-૨૦૨૫ની ઉજવણી નિમિત્તે સક્રિય ભારત થીમ હેઠળ વિવિધ રમત-ગમત અને ફિટનેસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ આયોજન કરવામાં આવેલ. જેમાં વિજેતાઓને મેડલ તથા ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.