નાગરિકોમાં દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત સૂત્રાપાડા સહિતના શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં વાલ પેઈન્ટિંગ કરવામાં આવ્યું હતું. આ વાલ પેઈન્ટિંગમાં ‘હર ઘર તિરંગા’, ‘ભારત માતા’, ‘ગાંધીજી’, ‘ત્રિરંગા’ સહિતના ચિત્રના માધ્યમથી દેશભક્તિનો સંદેશો આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘હર ઘર તિરંગા’ અંતર્ગત તા. ૦૨ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન પ્રથમ તબક્કામાં સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. તા. ૯ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન બીજા તબક્કામાં સામુદાયિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા યોજાશે. જ્યારે તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટના ત્રીજા તબક્કામાં સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે.








































