ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી મહેશભાઇ જેઠાભાઇ મકવાણા (ઉ.વ.૪૩, રહે. કોડીનાર,
પણાંદર રોડ, સરસ્વતી સ્કૂલની બાજુમાં)એ પોતાની ગુનાહિત પ્રવૃતિ ચલાવવા માટે ગુનેગાર સાગરીતો સાથે મળીને સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવેલ. જે ગેંગના તમામ સાગરીતો છેલ્લા ઘણા સમયથી જુદા જુદા અનેક પ્રકારના અરસ પરસ મીલાપીપણાથી ગુનાઓ આચરે છે. તેઓની આ પ્રવૃતિ સતત ચાલુ રહેલ અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે અને તેમની આ ગેરકાયદે ગતિવિધિ આજીવિકાનું સાધન બની ગયેલ હોય જેથી આવી ટોળકીના આરોપીઓ વિરૂધ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરીને આ ટોળકીને પકડવામાં આવી હતી. આ ટોળકીના કુલ-૦૪ સભ્યો વિરૂધ્ધ તેના ગુનાહિત ઇતિહાસ આધારે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ ની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ૦૪ (ચાર) આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ ૧(એક) આરોપીને શોધી કાઢવા કાર્યવાહી ચાલુ છે. તેમની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ ઉના ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી ચલાવી રહેલ છે.