કોડીનાર, તા.ર૧
શિવસેનાના ૫૮ મા સ્થાપના દિવસ નિમિત્તે શિવસેના ગીર સોમનાથ દ્વારા બાલા સાહેબ ઠાકરેજીને પુષ્પાંજલિ અર્પણ કરી નાના બાળકોને બિસ્કીટ તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું. જેમાં શિવસેના ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બાંભણીયા, ઉપપ્રમુખ નાગજીભાઈ ભાલીયા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી વનીતાબેન વાળા, કોડીનાર તાલુકા પ્રમુખ રમેશભાઇ સહિતના હોદ્દેદારો તેમજ શિવસૈનિકો હાજર રહ્યા હતા.