ભારત સરકાર દ્વારા દેશમાં દર વર્ષે તા.૧૭ મેના રોજ “વિશ્વ હાઇપરટેન્શન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ એસ.ટી. ડેપો, સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાઇપરટેન્શન વિશે જાગૃતિ લાવવા માટે તા.૧૭ મેથી તા.૧૬ જૂન સુધી “વર્લ્ડ હાઈપરટેન્શન ડે ૨૦૨૫”ની ઉજવણી કરીને વિવિધ માધ્યમથી હાઈપરટેન્શન અને તેના નિવારણ વિશે જિલ્લામાં લોક
જાગૃતિ ફેલાવાશે. ગીર સોમનાથના તમામ આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલમાં યોગ્ય ખાનપાન, સુનિયોજીત ડાયેટ, કસરત અને યોગ દ્વારા તંદુરસ્તી, પ્રાણાયામ, સ્વસ્થ જીવનશૈલી વગેરે મુદ્દાઓ પર લોકજાગૃતિ લાવવા પ્રયત્ન કરાશે. આ કાર્યક્રમ અંતર્ગત મેરેથોન, સાયકલ રેલી, જાહેર સ્થળોએ એકટીવીટી તેમજ ડાયાબિટીસ, હાઇપરટેન્શન સ્ક્રીનિંગ કેમ્પ યોજાશે.