જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદાર
જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે તંત્રએ રેડિયો ચેનલનો સહારો લીધો. ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં જાગૃતિ માટે લોકવાણી રેડિયો પર વેરાવળ, કોડીનાર, ઉના, તાલાળા, સિંધાજ વગેરે સ્થળોએ લોકલ રેડિયો ચેનલના માધ્યમથી નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગેના સંદેશાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું અને આ સ્થળોએ ગ્રામજનોએ ‘મતદાન અવશ્ય કરીશું’ નો સંકલ્પ લીધો હતો.