ભારતીય જનતા પાર્ટીના ૪૬મા સ્થાપના દિવસ નિમિત્તે ગીર સોમનાથ જીલ્લામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ દીપકભાઈ વઘાસિયાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈ જનસંઘના સંઘર્ષ અને ભાજપની સ્થાપના સુધીની રોચક વિગતો રજૂ કરી હતી. વેરાવળ ખાતેના આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર અને સંગઠનના હોદ્દેદારો સહિત સેંકડો કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પક્ષની વિચારધારાને વાગોળી હતી.









































