ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જગવિખ્યાત સોમનાથ મંદિરમાં બોમ્બ સ્ક્વોડની ટીમે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. મંદિરમાં આવતા યાત્રિકોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.ગીર સોમનાથ જીલ્લા એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા લાંબા દરિયા કિનારે, બંદરો અને માછીમારી બોટોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાભરમાં ઠેર-ઠેર વાહન ચેકિંગ અને દરિયાઈ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે.પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. જિલ્લાના મહત્વના સ્થળો અને ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.






































