ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બનતી ક્રાઇમની ઘટનાને ડામી દેવા તેમજ ગંભીર ઘટનાની નિષ્ઠા સાથે તપાસ કરી આરોપીને જેલના સળીયા
પાછળ ધકેલી ગુનાનો ભેદ ઉકેલવા સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની
ઉત્કૃષ્ટ કામગીરીની જિલ્લા પોલીસ અધિક્ષકે નોંધ લઈને તેને સન્માનિત કરાતાં
પોલીસ બેડામાં ખુશીની લાગણી છવાઈ છે.
એલસીબીના પોલીસ એ.એસ.આઈ શૈલેષભાઈ સંગ્રામભાઈ ડોડીયાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે તાજેતરમાં બાઈક ચોરીના ભેદ ઉકેલી બાઇક ચોરી અને મંદિરમાં ચોરાયેલ મુદ્દામાલમાંથી રૂ.૨,૭૨,૩૦૦નો મુદ્દામાલ રિકવર કરી અનડીટેકટ રહેલ મંદિર ચોરી, વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી.
નાનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓની સારી કામગીરીની જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાએ નોંધ લઈને કર્મચારીઓનાં મનોબળ મજબૂત બને તેવાં હેતુસર સન્માનિત કરી ગીર સોમનાથ ખાતે બોલાવી સન્માનિત પત્ર આપી બહુમાન કર્યું હતું. આ સન્માનિત થતાં પોલીસ કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ હતી.