ભારતીય સમુદ્રમાં માછીમારી કરતા માછીમારોને પાકિસ્તાન મરિન સિકયુરીટીએ ત્રણ વર્ષ પહેલા ૭ બોટો સાથે ભારતીય માછીમારોને અપહ્યત કરી પાકિસ્તાન જેલમાં રાખેલ હતા આ તમામ માછીમારો આવતીકાલે પાકિસ્તાનથી વાઘા બોર્ડર લાવવામાં આવશે. પાકિસ્તાનની જેલમાંથી છુટનાર માછીમારોની ઉમર અંદાજે ૧૮ થી ૬૧ની છે અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાના ગામ્ય વિસ્તારના છે. ભારતીય જળ સીમામાં માછીમારી કરતા માછીમારોને નાપાક ઈરાદા સાથે પાકિસ્તાન મરીન ઉઠાવી જાય છે જેથી પાકિસ્તાનની જેલમાં બંધ રહેલા માછીમારોને છોડાવવા માટે માછીમારોના પરિવારો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે. જો કે આવતીકાલે માછીમારો વાઘા બોર્ડર પરથી ટ્રેન સેવા મારફતે તા.૧૭ સુધીમાં વતન પહોંચી જશે તેવી માહિતી મળી છે. માછીમારો વતન આવતા હોવાથી માછીમારોના પરિવારોની આંખમાં હર્ષાશ્રુ જાવા મળી રહ્યાં છે.