પર્યાવરણ જાગૃતિ અર્થે ૫ાંચ જૂનના રોજ ઉજવાનાર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી અંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષની થીમ ‘વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ થાય’ છે. કલેકટરએ તા. ૨૨ મે થી ૫ જૂન સુધી જિલ્લાના ધાર્મિક સ્થળોની સફાઈ, મેરેથોન, વોક-વે થોન, વેપારીઓ સાથે સેમિનાર, શાળા-કોલેજોમાં
જાગૃતિ કાર્યક્રમો, નુક્કડ નાટકો અને ઉદ્યોગોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી અંગેના કાર્યક્રમો યોજવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.