ગીર સોમનાથ જિલ્લામાં ૨૯ મેથી ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક યોજાયું હતું. આ અભિયાન કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇનના ભાગરૂપે આયોજાયું હતું. ૯૦ ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં વિવિધ કૃષિ નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો તથા વિભાગીય અધિકારીઓએ ખેડૂત ભાઈ-બહેનોને ખરીફ પાક, નેનો ખાતરો, ડ્રોન ટેકનોલોજી, રોગ-જીવાત નિયંત્રણ અને પાણીના સદુપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. એફપીઓ અને ઈફકો પ્રતિનિધિઓએ પણ આ અભિયાનમાં સહભાગી થઈ માહિતગાર કર્યા હતા.
હેતુ એ હતો કે ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી ઊત્પાદન વધારશે અને ખેતીમાં નવી ક્રાંતિ લાવશે. ભારે સંખ્યામાં ખેડૂતોની હાજરી અને મીડિયા દ્વારા વ્યવસ્થિત કવરેજથી આ અભિયાન ખૂબ સફળ સાબિત થયું હતું.