ગીર સોમનાથમાં બાળકીને દીપડાએ ફાડી ખાતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગીર ગઢડાના કોદીયા ગામે મોડી રાત્રે ૪ વર્ષની બાળકીને ઘરના રસો઼ડામાંથી દીપડાએ ફાડી ખાધા હોવાનું જાણવા મળ્યું છે.
બાળકીની શોધ કરતા ઘરની થોડેક દૂર મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકીના મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો છે. વન વિભાગે માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે.બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ જાવા મળ્યો છે. લોકોની માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂરવા માગ ઉઠી છે. ઘરનાં રસોડામાં ભોજન લેવાની રાહમાં બેઠેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી, જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે, તેમજ પરિવારમાં માતમ જાવા મળ્યો છે.
બાળકીના પિતાએ તેને બચાવવા પાછળ દોટ મૂકી હતી, પરંતુ દીપડાએ માસૂમ બાળકીને તેનો શિકાર બનાવી હતી. કોદીયા ગામમાં વાઘાભાઈ ભગાભાઈ ભરવાડની દીકરી ધ્રુવી દીપડાનો ભોગ બનતા લોકોએ દીપડાને પાંજરે પૂરવા માગ કરી હતી. માનવભક્ષી દીપડાને સમયસર પાંજરે ન પૂરાતા વન વિભાગની ફરી બેદરકારી સામે આવી છે.
જૂનાગઢનાં મેંદરડા પંથકમાં દીપડાએ બાળકને ફાડી ખાતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. મેંદરડામાં વહેલી સવારે દીપડો ગામના ખેતરમાં ઘૂસ્યો અને બાળક પર હુમલો કર્યો. નાનો બાળક દીપડાનો શિકાર થવાની ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી દીપડાના પંજાના નિશાનપરથી તેની શોધખોળ આદરી છે.ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મેંદરડાના અમરગઢ રોડ પરના ખેતરમાં વહેલી સવારે દીપડો ઘૂસ્યો. દીપડો ખેતરમાં આંટાફેરા મારતો હતો ત્યારે મજૂરનો સાડાત્રણ વર્ષનો પુત્ર ઘરમાં રમતો હતો. મજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો ત્યારે પરિવારના કોઈ સભ્ય ત્યાં હાજર નહોતો. નાનો બાળક દીપડાનો શિકાર થતા બચવા માટે વલખાં માર્યા પરંતુ સફળ થઈ શક્યો નહી.