ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટિક પ્રદૂષણ નિયંત્રણ માટે જાગૃતિના ભાગરૂપે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો. સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશીએ જૈવ વિવિધતા, પ્રતિબંધિત પ્લાસ્ટિક અને રિડ્યૂસ, રિયુઝ, રિસાયકલ પર માહિતી આપી હતી. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી વાપરવા પર ભાર મુકાયો હતો. ઉપસ્થિત સૌએ પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિકનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો.









































